હળવદની દુર્ઘટનામાં ગંગા સ્વરૂપ બહેનોને આજીવન પેન્શન મળશે

- text


ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત દર મહિને ૧૨૮૦/- રૂપિયા પેન્શન અપાશે

હળવદ : હળવદમાં બનેલ ગોઝારી દુર્ઘટનામાં પતિ ગુમાવનાર બહેનોને ગંગાસ્વરૂપ પેન્શન અંતર્ગત આજીવન રૂ.૧૨૮૦ આપવામાં આવશે.તેમજ પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને રૂ.3000ની સહાય આપવામાં આવશે.

પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડૉ. દિપીકાબેન સરડવા સહિત અગ્રણીઓની હાજરીમાં સહાયપત્રો લાભાર્થી બહેનોને સુપ્રત કરાયા હતા.

ગત અઠવાડિયે હળવદના જી. આઇ. ડી. સી ખાતે થયેલ ગોઝારી દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર વિધવા બહેનોને ગંગા સ્વરૂપ પેન્શન યોજનાના મંજૂરી આદેશ પત્ર બહેનોને સુપ્રત કરવામાં આવ્યા હતા.

- text

આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનોને આજીવન દર મહિને ૧૨૮૦/- રૂપિયા પેન્શન મળશે. જે તેમના બેંક એકાઉન્ટમાં જમાં થશે. તે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો ગં.સ્વ શાંતાબેન રમેશભાઈ પીરાણા , ગં.સ્વ રમીલાબેન રાજેશભાઈ મકવાણા , ગં.સ્વ શારદાબેન રમેશભાઈ મકવાણાને આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત સહાય અંગેના યોજનાના મંજૂરી આદેશ પત્ર સુપ્રત કરાયા હતા.આ કાર્યક્રમમાં ડૉ.દિપીકાબેન સરડવા , ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , મામલતદાર નાનજીભાઈ ભાટી , રણછોડભાઈ દલવાડી , રમેશભાઈ પટેલ , સંગીતાબેન ભીમાણી , સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા , વાસુદેવભાઇ સીનોજીયા , કેતનભાઈ દવે ,વલ્લભભાઈ પટેલ ,જશુબેન પેટલ , ઉર્વશિબેન પંડ્યા , તપન દવે સહિત ઉપસ્થિત રહી અને આગામી સમય માં સર્વે અગ્રણીઓ અને તંત્ર આ પરિવારો સાથે છે તેવી હુંફ આપી હતી.તેમજ જે લોકો એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે અને માતા હૈયાત છે તેવા સિંગલ પેરેન્ટ પાંચ બાળકો છે તેઓને પણ આગામી સમયમાં દર મહિને ૩૦૦૦ રૂપિયાની સહાય માટેની કામગીરી સમાજ સુરક્ષા વિભાગના અધિકારી અનીલાબેન પીપલીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે.

- text