હળવદમાં ઘરમાં પંખો લગાવવા જતા પટકાયેલ વૃદ્ધનું મૃત્યુ

- text


હળવદ : હળવદ શહેરમાં શરણેશ્વર સોસાયટીમાં રહેતા રમેશભાઇ વીઠ્ઠલભાઇ હંસોરા, ઉ.70 નામના વૃદ્ધ પોતાના ઘેર ટેબલ ઉપર ચડી પંખો ફિટ કરવા જતાં ટેબલ ઉપરથી નીચે પટકાઈ જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text