રેસિપી સ્પેશિયલ : કેરીની સીઝનમાં માણો હોમમેઇડ મેંગો આઇસ્ક્રીમની મજા

- text


ગરમીમાં આઇસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવે છે. જો કે રોજ-રોજ બહાર આઇસ્ક્રીમ ખાવા જવું પોષાતું નથી. અને તમે ઘરે જાતે આઇસ્ક્રીમ બનાવીને ખાઓ છો તો એ મોંઘુ પડતુ નથી અને ટેસ્ટમાં પણ મસ્ત બને છે. આમ પણ ઉનાળો આવે એટલે કેરીની સિઝન ચાલુ થઇ જાય છે. કેરીની સિઝનમાં હવે માર્કેટમાં જાતજાતની કેરી મળે છે. જેમાં કેસર અને આફુસનો આઇસ્ક્રીમ વધારે સારો લાગે છે. કેરી તમને ગરમીમાં ઠંડક આપવાનું કામ કરે છે. ત્યારે એક વાર આ રીતે ઘરે મેંગો આઇસ્ક્રીમ બનાવશો તો બહારથી લાવવાનો જ ભૂલી જશો. તો જાણો ઘરે કેવી રીતે ઘરે બનાવશો મેંગો આઇસ્ક્રીમ..


મેંગો આઇસ્ક્રીમ બનાવવાની સામગ્રી

1. કેસર અથવા આફુસ એક કિલો કેરી
2. 250 ગ્રામ ફેશ ક્રીમ
3. 150 ગ્રામ ખાંડ
4. 1 ચમચી વેનીલા એસેન્સ


મેંગો આઇસ્ક્રીમ બનાવવાની રીત

– મેંગો આઇસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ કેરીને પાણીમાં ધોઇ લો.

– પાણીમાં ધોયા પછી કેરીના નાના-નાના ટુકડા કરીને મિક્સરમાં એનો પલ્પ કાઢી લો.

– હવે આ પલ્પને એક બાઉલમાં નિકાળી દો.

– ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ અને વેનીલા એસેન્સ મિક્સ કરો અને બરાબર હલાવી લો.

- text

– આ પ્રોસેસ થઇ જાય પછી ક્રીમને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો, એટલે એકદમ ઘટ્ટ થશે.

– ત્યારબાદમાં આમાં કેરીનો પલ્પ ઉમેરીને ફરીથ બ્લેન્ડ કરો.

– હવે આને એક એલ્યુમિનિયમાં ડબ્બામાં ભરી લો અને ફ્રિજરમાં સેટ થવા માટે મુકી દો.

– આઠ કલાક પછી ફ્રિજરમાંથી બહાર કાઢો અને ફરીથી બ્લેન્ડ કરી લો.

– ત્યારબાદ ફરી સાતથી આઠ કલાક ફ્રિજરમાં મુકી દો.

– હવે આ આઇસ્ક્રીમને ફ્રિજરમાંથી બહાર કાઢો અને એક સર્વિંગ બાઉલમાં લઇ લો.

– ત્યારબાદ ઉપરથી ડ્રાયફ્રૂટ્સ નાંખીને ગાર્નિશ કરો.

– જો તમે ઇચ્છો છો તો આમાં ઉપરથી ઝીણાં-ઝીણાં કેરીના કટકા સમારીને પણ એડ કરી શકો છો.


તો તૈયાર છે મેંગો આઇસ્ક્રીમ.

- text