રાહત : પેટ્રોલમાં રૂ. 9.50, ડિઝલમાં રૂ. 7 અને એલપીજી સિલિન્ડરમાં રૂ.200નો ભાવ ધટાડો

- text


સરકારે પેટ્રોલ-ડિઝલમાં એક્સાઇઝ ઘટાડી દેશવાસીઓને આપી રાહત, સિલિન્ડરમાં સબસીડી વધારી

મોરબી : મોદી સરકારે ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેતા હવે પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર થયો છે. આ સાથે એલપીજી સિલિન્ડરમાં પણ 200નો ભાવ ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો સામનો કરી રહેલા દેશના નાગરિકોને કેન્દ્ર સરકારે આજે અચાનક મોટી રાહત આપી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં આઠ રૂપિયા અને ડીઝલ પર છ રૂપિયાનો ઘટાડો કરી રહ્યા છીએ. તેનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.

- text

આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નવ કરોડથી વધુ લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આનાથી માતાઓ અને બહેનોને મદદ મળશે, એમ તેમણે જણાવ્યું હતું.

- text