હળવદના ચરાડવામાં વાડીએ ચાલતા દારૂના વેપલા ઉપર એલસીબીનો દરોડો : 69 બોટલ ઝડપાઈ

- text


 

આરોપી હાજર ન મળી આવતા શોધખોળ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામેથી ઝીકીયારી જવાના રસ્તા પર આરોપી વાડીએ દારૂનો વેપલો કરતો હોવાની બાતમીને આધારે મોરબી એલ.સી.બી પોલીસે દરોડો કરી 69 બોટલ દારૂ સાથે રૂપિયા 30600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસના દસુભા પરમાર અને ચંદુભાઈ કાણોતરાને બાતમી મળી હતી કે ચરાડવા ગામે રહેતો શશીકાંતભાઈ મૂળજીભાઈ ચાવડા તેની ચરાડવા થી ઝીકીયારી જવાના રસ્તે આવેલ વાડીએ દારૂનો જથ્થો ઉતારી સંઘરી રાખેલ છે જેથી બાતમીના આધારે નિરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા,ભરતભાઈ જીલરીયા સહિતના જવાનો દ્વારા આરોપી શશીકાંતની વાડીએ દરોડો કરતા ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂ ઓલ સિઝન 750 મીલીની કાચની કંપની સીલપેક બોટલ નંગ-21 કીમત રૂપિયા 12600તથા મેકડોવેલ નંબર-1વિસ્કીની 750 મિલિની કાચની કંપની સીલપેક બોટલ નંગ- 48 કિંમત રૂપિયા 18000 મળી કુલ-69 કિંમત રૂપિયા 30600નો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથકે લઇ આરોપી શશીકાંતભાઈ મૂળજીભાઈ ચાવડા દલવાડી રહે ચરાડવા નવા પ્લોટ વિસ્તાર વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text