શેરીમાં ગાળો બોલવાની ના પાડતા બુધિયા અને ગુડાએ શૈલેષભાઈને પાઇપ ફટકાર્યો

- text


મોરબીના માધાપર વિસ્તારમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં શેરીમાં ગાળો બોલી રહેલા બુધિયા અને ગુડો નામના શખ્સને શૈલેષભાઇ નામના યુવાને ગાળો બોલવાની ના પાડતા બન્ને શખ્સોએ પાઇપ ફટકારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની માધાપર શેરી નંબર -1માં રહેતા અને ટ્રક ડ્રાલિવિંગ કરતા શૈલેષભાઇ બાબુભાઇ કાંજીયાના ઘર નજીક જીતેશ ઉર્ફે ગુડો બાબુભાઇ કાંજીયા અને રાજેશ ઉર્ફે બુધીયો લખમણભાઇ રહે. બન્ને માધાપર મોરબી વાળા ગાળો બોલતા હોય શૈલેષભાઇએ શેરીમા ગાળો બોલવાની ના પાડતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને ઢીકાપાટુનો મુંઢમાર મારી લોખંડના પાઇપ વડે માથાના ભાગે ફટકો મારી લોહીયાળ ઈજાઓ પહોંચાડતા બન્ને વિરુદ્ધ શૈલેષભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે પોલીસે બુધિયા અને ગુડા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text