ટ્રક ચોરીના ગુનામા ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને સીટી બી ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર.ખટાણા તથા કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલાએ ટિમ બનાવી ટેલનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે ટ્રક ચોરીના ગુન્હામાં ચાર વર્ષથી નાસતા ફરતા અજયભાઇ ઓમપ્રકાશ યાદવનુ લોકેશન મેળવી અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો.

- text

આ કામગીરી કોન્સ્ટેબલ ભરતભાઇ આપાભાઇ, બ્રીજેશભાઇ બોરીચા, કિર્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, ચન્દ્રસિંહ પઢીયાર, રમેશભાઇ મિયાત્રા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text