આજે વર્લ્ડ હાઇપરટેન્શનના દિવસે હાઇપરટેન્શન કો બોલો નો ટેન્શન!!!

- text


જાણો.. હાઇપરટેન્શન (હાઈ બી.પી.)ને લગતી જનઉપયોગી માહિતી

(આલેખન : ડો. વિપુલ માલસણા, ગોકુલ હોસ્પિટલ, મોરબી)

હાઇપરટેન્શનના કારણો

(1) Primary Hypertension-

– મોટાભાગના (80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત એટલે કે શરીરનું બંધારણ જ જવાબદાર હોય છે.
– એટલે કે મોટાભાગના કેસમાં બીપી થવાનું કોઈ ચોક્કસ કારણ હોતું નથી.

(2) Secondary Hypertension-

– એટલે કે અમુક ટકા (10-20%) કેસમાં શરીરની બીજી કોઈ બીમારીને લીધે બીપી આવે

– જેમ કે….
॰ડાયાબિટીસ
॰ પ્રેગ્નન્સી
॰ કિડનીની બીમારી ઓ
॰ હાઇપર થાઇરોઇડિઝમ
॰ Cushing syndrome
° pheochromocytoma
° વધુ પડતી સ્ટીરોઈઙની ગોળીઓ


હાઇપરટેન્શન વધારનાર પરિબળો

-Obesity – શરીરની સ્થૂળતા
-Stress -ચિંતા ,તણાવ
-Physical inactivity- કસરતનો અભાવ
-Excessive salt- વધારે પડતા નમક વાળો ખોરાક
-Lack of sleep- અપૂરતી ઊંઘ
-Habits- તમાકુ બીડી દારૂ વગેરે


હાઇપરટેન્શન (હાઈ બીપી)ના લક્ષણો

° માથું દુખવું
°ચક્કર આવવા
°વધુ પડતો પરસેવો થવો
°છાતીમાં દુખવું
°ખાલી ચડવી
° મોટાભાગના કેસમાં અમુક મહિનાઓ સુધી કાંઈ પણ લક્ષણ જોવા ન મળે એવું પણ બની શકે અને માત્ર ચેકઅપ દરમિયાન જ ખબર પડે.


હાઇપરટેન્શનની સારવાર

– ડોક્ટરના સુચવ્યા મુજબ નિયમિત પણે ગોળીઓ લેવી જરૂરી છે.
– મોટાભાગના કેસમાં કાયમ માટે ગોળીઓ ચાલુ રાખવી જરૂરી હોય છે.

- text


હાઇપરટેન્શનની પરેજીમાં શું ધ્યાન રાખવું?

– ખોરાકમાં વધુ પડતું નમક ટાળવું જોઈએ
– દરરોજ નિયમિત ચાલવાનું રાખો
– શરીરની સ્થૂળતા ઘટાડો
– પૂરતી ઊંઘ લો
– ચિંતા ન કરો, તણાવમુક્ત બનવું
– તમાકુ બીડી દારૂ બંધ કરવા

હાઈપરટેન્શન (હાઈ બીપી)ની આડઅસરો

જો બી.પી.ને કાબૂમાં રાખવામાં ન આવે તો નીચે મુજબની આડઅસરો થઈ શકે છે.

°હાર્ટ એટેક
°પેરાલિસિસનો હુમલો
°આંખની રોશની કમ થવી
° બ્રેઈન હેમરેજ
° કિડની નબળી પડવી
° વારંવાર નસકોરી ફૂટવી


Take Home Message

– નિયમિત જીવન શૈલીથી બીપીને વહેલા આવતું રોકી શકાય છે
– બીપી આવી ગયા પછી પણ બરાબર પરેજી પાળવાથી થતા નિયમિત દવાઓ લેવાથી તેની આઙ અસરોથી બચી શકાય છે.

- text