મોરબી-રાજકોટ ઇન્ટરસીટી બસ નવા બસ સ્ટેન્ડથી પ્રસ્થાન કરાવા માંગ

- text


વરિષ્ઠ નાગરિક મંડળની મોરબીના એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત

મોરબી : મોરબી-રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરને લઇ નવા બસ સ્ટેન્ડ પર આવે છે.ત્યારે બસમાં ઉભા રહેવાની પણ જગ્યા હોતી નથી.તેથી નિયામાનુસાર નવા બસ સ્ટેન્ડથી જ બસ પ્રસ્થાન કરાવા એસ.ટી.ડેપો મેનેજરને વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખે રજુઆત કરી માંગણી કરી છે.

મોરબી-રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરને લઇ નવા બસ સ્ટેન્ડ પર આવે છે.ત્યારે નવા બસ સ્ટેન્ડથી બેસવા માટે કે ઉભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી.કારણ કે જુના બસ સ્ટેન્ડથી જ જગ્યા ભરાઇ જાય છે.હવે મોરબી નવા બસ સ્ટેન્ડની આસપાસ અનેક સોસાયટીઓ આવેલ હોવાથી વસ્તી પણ પ્રમાણમાં ઘણી રહે છે.આ ઉપરાંત દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થી,ધંધાથી, નોકરીયાતો તથા નાના મોટા પરચુરણ કામ કરતા શ્રમજીવીઓને રાજકોટ જવા માટે નાછુટકે પ્રાઇવેટ વાહનો અથવા અન્ય એકસપ્રેસ બસમાં જવું પડે છે.

- text

આ પહેલા પણ આ બાબતે લાગતા વળગતાઓને રજુઆત કરેલ છે.તેથી પ્રથમ નિયામાનુસાર નવા બસ સ્ટેન્ડથી જ બસ પ્રસ્થાન કરે અને મુશ્કેલીવાળા લોકોને રાહત મળે તેવી માંગણી સાથે ન્યાય મળે એ માટે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો.બી.લહેરુંએ એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત કરી છે.

- text