મોરબી જીલ્લામાં તાપમાનનો પારો ફરીથી 43 ડિગ્રીએ પહોંચવાની આગાહી

- text


મોરબી : ગ્રામીણ કૃષિ મૌસમ સેવા,સુકીખેતી સંશોધન કેન્દ્ર અને ભારત મૌસમ વિભાગ દ્વારા ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાનું કૃષિ હવામાન બુલેટિન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જીલ્લામાં આગામી દિવસોમાં હવામાન ગરમ રહેવાની શક્યતા દર્શાવાઈ છે.

- text

મોરબી જીલ્લામાં અગામી તા.૧૮-૦૫-૨૦૨૨ થી તા.૨૨-૦૫-૨૦૨૨ દરમ્યાન હવામાન સૂકું,ગરમ લુ વાળું અને ચોખ્ખું હવામાન રહેવાની શક્યતા છે.આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૨-૪૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ર૬-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૬૭-૭૫ અને ૨૬-૩૦ ટકા રહેશે.પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૭ થી ૪૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- text