વીડી ભોજપરા ગામે મોરબી જિલ્લાનો હજજ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

- text


વાંકાનેર : મોરબી જિલ્લાનો હજજ ટ્રેનિંગ પ્રોગ્રામ-૨૦૨૨ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે આવેલ દારૂલ ઉલુમ મોઇનુદીન ચિશ્તી મુકામે તા.૧૬/૫/૨૦૨૨ના રોજ યોજાયો હતો.

મોરબી જિલ્લાનો હજજ ટ્રેનિંગ કાર્યક્રમ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે તા.૧૬ના રોજ યોજાયો હતો.જેમાં મુખ્ય ટ્રેનર હાજી અબ્દુલગનીભાઇએ હજજ વિશે આ વષૅ સરકારી તેમજ પ્રાઈવેટ ટુરમા જનાર તમામ હાજીઓ તથા હાજીયાણીઓને પ્રેક્ટીકલ તેમજ સ્લાઈટ પ્રોજેક્ટ ડીવીડી,અને વક્તવ્ય દ્વારા સૌને હજજ વિશે તમામ માહિતીઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં હાજીઓ અને હાજીયાણીઓ હાજર રહેલ હતા.આ ઉપરાંત હજજ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મહત્વની ભૂમિકા અદા કરનાર હાજીસાજીદભાઇ,હાજીસતારભાઇ, હાજીઅબદુલકરીમ,હાજી ઇકબાલ સુમરા,હાજીભાઈ દૉઢીયા,સુલેમાનભાઈ સુમરા તથા મૌલાના અનૅ સ્ટાફના તમામનો હજજ ટ્રેનિંગ કાર્યક્રમમાં વિશેષ ફાળો રહ્યો હતો.

- text

- text