વિવિધ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવતા મંજુલાબેન દેત્રોજા

- text


અમદાવાદના જીનીયસ ફાઉન્ડેશન દ્વારા ‘શિક્ષણ, સામાજિક અને રાજકારણ’ કેટેગરીમાં એવોર્ડ અર્પણ કરાયો

મોરબી : ગત તા. 15 મેના રોજ અમદાવાદના વાડજ ખાતે આવેલ સિલ્વર કલાઉડ હોટલના આંગણે “જીનીયસ ફાઉન્ડેશન” દ્વારા “જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ 2022″નું અદભૂત આયોજન કરાયું હતો. જેમાં મોરબીમાં શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રસર રહેતા મંજુલાબેન દેત્રોજાને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

“વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા” અને “જીનીયસ ફાઉન્ડેશન”ના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા “જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ”નું દર વખતે આયોજન થતું આવ્યું છે. ત્યારે આ વખતે આ આયોજન અમદાવાદ અને મુંબઈ એમ બંને જગ્યાએ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અને જીનીયસ ફાઉન્ડેશનના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ વખતનો આ સાતમો “જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ 2021-22” યોજાયો હતો.

આઝાદીના 75 વર્ષની ઉજવણી પૂરો દેશ કરી રહ્યો છે ત્યારે પાવન સોલંકીએ પણ આ વખતે આ બાબતનું પણ ધ્યાન રાખી ઉજવણીમાં સામેલ થઈ 75 યોગ્યતા ધરાવતા લોકોને 20 જુદી જુદી શ્રેણીમાં વિભાજિત કરી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેમાં 5 મહાનુભાવોને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના મંજુલાબેન દેત્રોજાને પણ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં પંડિત આર. બી. નાયર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, શામજીભાઈ પટેલ અને ઉમેશ મહેતાનો સમાવેશ થાય છે.

મોરબીના રહીશ મંજુલાબેન દેત્રોજા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. મંજુલાબેન દેત્રોજાએ 23 વર્ષ સુધી સરકારી શિક્ષક તરીકે ફરજ નિભાવી હતી. તે વખતે પણ તેઓ ગરીબ બાળકોને જન્મદિવસ કે તહેવારની ઉજવણી અને તેમની પ્રગતિ માટે કાર્યશીલ રહેતા હતા. તેઓ ટંકારાના BRC કો-ઓર્ડીનેટર તરીકે, ગાંધીનગર ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે અને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખપદ પર પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. હાલમાં મંજુલાબેન દેત્રોજા બોટાદ જિલ્લાના પ્રભારીનો હોદ્દો સંભાળી રહ્યા છે. તેમજ તેઓ મોરબી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અને તેઓ સીદસર ઉમિયા મંદિરના કારોબારી સભ્ય છે. આ ઉપરાંત, તેઓ સંજીવની એજ્યુકેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તથા ગીતાંજલિ સ્કૂલના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.

વધુમાં, તેઓ જરૂરિયામંદ વર્ગ અને મહિલાઓને આગળ લાવવામાં સક્રિય ફાળો આપી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન મહિલાઓને આશરે 5 લાખ જેટલા માસ્ક બનાવવા આપી રોજગારી પૂરી પાડવામાં સહાયક બન્યા હતા. આમ, તેઓએ પારિવારિક જવાબદારી નિભાવવાની સાથેસાથે સામાજિક, સેવાકીય, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન આપવા બદલ તેઓને ‘શિક્ષણ, સામાજિક અને રાજકારણ’ કેટેગરીમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ઘણા સમયથી આ એવોર્ડસ મેળવવા માટે કોરોનામાં પણ દેશનાના જીનીયસે કમર કસી હતી ત્યારે તેમની કલા અને કૌશલને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડનું લક્ષ્ય ખાસ કરીને લોકોની અંદર રહેલી કલાને જાગૃત કરવાનો અને સમાજના અંતરિયાળ વિસ્તારમાં રહેલી છુપાયેલી કલાના કલાકારોને બહાર લાવવાનો પ્રયત્ન છે. આ ઉપરાંત, દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપી દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં અલગ ઓળખ આપવાનો છે.શિક્ષણ,સામાજિક, રાજકીય ક્ષેત્રે કુશળતાપાત્ર મહિલાઓને અને રેકોર્ડ બનાવી ચૂકેલાને આ પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે. “જીનીયસ ફાઉન્ડેશન” અને “વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા” અત્યાર સુધીમાં 200થી વધુ લોકોની આવડત અને શોધીને સન્માનિત કરી ચૂક્યા છે.

આ એવોર્ડના ગેસ્ટ તરીકે પોલીસ કમિશનર – આપીએસ અજય ચૌધરી, પત્રકાર સમજીભાઈ પટેલ, ડૉ. વિરાજ અમર (ગાયક), સ્નેહ દેસાઈ (સ્પીકર), અમિત ઠાકર આઇએએસ, આલોક પાંડે અને વિરલ પરીખ, અકુલ રાવલ (મ્યુઝીસિયન), ફૈઝાન ખાન એન્ડ ફેમિલી (વાયોલિન) અને દીપક શર્મા એ ફાસ્ટેસ્ટ ટાઈ બાંધવા પરફોર્મન્સ આપ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text