લાયન્સ ક્લબના સભ્યની સાયકલ યાત્રા આજે રાત્રે મોરબી પહોંચશે

- text


હરીયાણાથી આવનાર સુભાષભાઈનું સ્વાગત કરાશે

મોરબી : લાયન્સ ક્લબના સભ્યએ હરીયાણાથી સાયકલ યાત્રા શરૂ કરી છે.તેઓ આજરોજ મોરબી મુલાકાતે આવી રહ્યા છે.તેઓનું સન્માન સ્વાગત લાયન્સ ક્લબના સભ્યોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

લાયન્સ ક્લ્બ સભ્ય સુભાષભાઈ ભારતની ભુમીના સાયકલ પ્રવાસે હરીયાણાથી નીકળેલ છે.તેમનું મિશન સેવ વૉટર & સેવ એન્વાર્યમેન્ટ છે.14,500 kmનો પ્રવાસ સાયકલ પર કરી મોરબીની મુલાકાતે આજે સાંજે આવી રહેલ છે.ત્યારે લાયન્સ પરિવાર મોરબી દ્વારા સુભાષભાઈનું સ્વાગત,સન્માન,કરવાનું આયોજન કરેલ છે.તેમની સાથે મુલાકાત કરવા તથા વાર્તાલાપ કરવા દરેક ક્લબનાં સભ્યોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

- text

આ કાર્યક્રમ રાત્રે 8.30 કલાકે સતેશ્વર મહાદેવ મંદિર,સનાલા રોડ,હાઉસીંગ બોર્ડની બાજુમાં,ઉમિયા સર્કલ પાસે યોજાશે.જેમાં મોરબી લાયન્સ કલબ મોરબી પરિવાર વતી પ્રમુખ લાયન્સ કલબ મોરબી,મેઇન લાયન્સ ક્લબ ઓફ મોરબી,નજરબાગ લાયન્સ ક્લબ ઓફ મોરબી,સિટી લાયન્સ કલબ નજરબાગ પ્લસ,લીયો ક્લબ મોરબી લાયન તુષાર દફતરી, લાયન રમેશ રૂપાલા ઉપસ્થિત રહેશે.

- text