લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીની બદલી થતા ગ્રામજનોએ આપી વિદાય

- text


 

ટંકારા : લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ.ના મિતુલભાઈ દેસાઈ જેઓની બદલી થતાં લજાઈ ગામના આગેવાનો દ્વારા વિદાયમાન અપાયુ હતું. તેઓએ લજાઈ ગામે 9 વર્ષ સુધી ખુબ સારી ફરજ સાથે સેવા આપી છે. કોરોનાના સમય ગામ લોકોને ખુબ ઉપયોગી થયા હતા. આ તકે લજાઈ ગામના ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા, જગદીશભાઈ વામજા, સંજયભાઈ મસોત, જગદીશભાઈ, વિપુલભાઈ,.ભરતભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ, પ્રાણજીવનભાઈ હાજર રહ્યા હતા.

- text