ટંકારા નવા બસસ્ટેન્ડ પાસે ટ્રેકટર પાછળ ઓટો રીક્ષા અથડાતા એક ઇજાગ્રસ્ત

- text


ટંકારા : ટંકારાના નવા બસસ્ટેન્ડ નજીક આગળ જતાં ટ્રેકટર પાછળ ઓટો રીક્ષા અથડાતા છતરથી વહેલી સવારે સીએનજી ઓટો રિક્ષામાં બેસી મોરબી તરફ આવી રહેલા આધેડને નાક અને મોઢાના ભાગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીશીપરા રોહીદાસપરા રોડ ઉપર ચાર ગોદામ પાસે રહેતા વાલાભાઇ નારણભાઇ ગઢવી ગઈકાલે વહેલી સવારે છતરથી સીએનજી રીક્ષા નંબર- જીજે-૩૬-યુ-૬૬૫૩માં બેસી મોરબી આવતા હતા ત્યારે ટંકારા નવા બસ સ્ટેન્ડ પાસે આગળ જઈ રહેલા ટ્રેકટર પાછળ રિક્ષા અથડાતા વાલાભાઈને નાક અને મોઢાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટનામાં વાલાભાઈ ગઢવીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text