થાય… ન થાય…. મોરબીમાં ક્રિકેટના સટ્ટા ઉપર પોલીસની સટાસટી : 6 બુકી, પંટરો ઝડપાયા

- text


ક્રિકેટીયા જુગાર ઉપર અલગ-અલગ ત્રણ દરોડામાં રાજકોટના એક બુકીનું નામ ખુલ્યું : પાંચ લાખની બેલેન્સ સાથે ઓનલાઇન સટ્ટો ખેલનાર સુધી તપાસ લંબાઈ

મોરબી : મોરબીમાં ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટમેચ ઉપર બેફામપણે ઓનલાઇન સટ્ટો ખેલાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લંબી, સેશન, રન થાય કે ન થાય તેવો ઓનલાઇન એપ મારફતે રમાતા ક્રિકેટીયા જુગાર ઉપર ધોંસ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં છ બુકી-પંટરને ઝડપી લઈ એક કિસ્સામાં રાજકોટના બુકીનું નામ ખોલાવી બે આરોપીઓને ફરાર દર્શાવી કડક કાર્યવાહી કરતા સટ્ટોડિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ક્રિકેટીયા જુગાર ઉપર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં પંચાસર રોડ યસ માર્કેટની સામે જાહેરમાં લાઇન ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી વેલેટા કપની CZR તથા BUL ની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા અને રમાડતા સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, રહે.વીરપરડા તા.જી.મોરબી, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, રહે. સામાકાઠે રૂષભનગર મોરબી, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, રહે વીરપરડા અને ઈરફાન સલેમાનભાઈ સુમરા, રહે વીશીપરા સ્મશાન પાછળ મફતીયાપરા મોરબી વાળાને રોકડા રૂ.57000 તથા મોબાઇલ ફોન કિ.રૂ.10,000મળી કુલ રૂ.67000 ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળાની પાસે શેરીમાથી હુશૈનભાઈ અલારખાભાઈ શેખ અને આસીફ ઉર્ફે નાનો ભાણો રહે કાલીકા પ્લૉટ મોરબી વાળાને લાઈન ગુરૂ ઓનલાઇન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી ચેન્નઈ તથા મુંબઈ ઈન્ડીયન વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.4600 તથા મોબાઇલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ રૂ.14600ના મુદામાલ સાથે હુશૈનભાઈ અલારખાભાઈ શેખને ઝડપી લીધો હતો જ્યારે આસીફ ઉર્ફે નાનો ભાણો હાજર નહીં મળી આવતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત એલસીબી ટીમ દ્વારા ત્રીજા દરોડામાં પરાબજારમાં મીત મોબાઇલ દુકાન પાસે દરોડો પાડી અમિતભાઇ શંકરભાઇ તન્ના, રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણ સોસાયટી વાળાને મોબાઈલ ફોનમાં BET9999 નામની આઇ.ડી. મેળવી TATA IPL માં મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચ ઉ૫ર આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી તેમજ મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી મેચમાં રન ફેરના તથા મેચની હારજીતના સોદાઓ કરી પૈસાની હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5400 તેમજ 10 હજારની કિંમતના મોબાઈલ ફોન સહિત 15,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

એલસીબી ટીમે પાડેલા દરોડામાં મોરબીના અમિતભાઇ શંકરભાઇ તન્નાએ રાજકોટના આકાશ ઉર્ફે લાલો સુનિલભાઇ કાથરાણી પાસેથી રૂપિયા 5લાખની બેલન્સ વાળી આઈડી મેળવી રન થાય, ન થાય, સેશન, લંબી અને મેચ હારજીત જેવા સોદા પાડતો હોવાનું મોબાઈલમાં જોવા મળતા એલસીબી ટીમે સીટી એ ડિવિઝન પોલીસે મથકમાં ગુન્હો દાખલ કરાવી રાજકોટના શખ્સને ફરાર દર્શાવી રાજકોટ સુધી તપાસ લંબાવી છે.

- text