ભુજ ડિવિઝનની બસોનો મોરબીમાં હાઉસીંગ બોર્ડ ખાતે સ્ટોપ આપવાની માંગ

- text


ભુજ એસ.ટી. ડિવિઝનને મોરબીના અગ્રણીની લેખિત રજૂઆત

મોરબી : સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો મોરબી હાઉસીંગ બોર્ડ મોરબી-૨ થી મુસાફરોને લેતા કે ઉતારતા નથી.તેમજ જુના બસ સ્ટેન્ડમાં મુસાફરને ઉતારવા જતી નથી અને પાછળના રસ્તે સીધી નવા બસ સ્ટેન્ડ નીકળી જાય છે.આથી આ અંગે અન્ન નાગરિક પુરવઠા મોરબી જિલ્લાના પૂર્વ સલાહકારે ભુજ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકને રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્ર તરફ જતી બસ જેમકે પોરબંદર વેરાવળ જુનાગઢ માંગરોળ જે બસો મોરબી હાઉસીંગ બોર્ડ મોરબી-૨ થી મુસાફર લેતા નથી કે સૌરાષ્ટ્રમાથી ભુજ જતી બસોને ત્યાં ઉતારવામાં આવતા નથી.અન્ય વિભાગની એસટી બસો અહીયા મુસાફર જનતાને ઉતારે છે. તેમ મુસાફર લીએ છે.પરંતુ એસટી બસો અહીયાથી મુસાફર લેતા નથી કે ઉતારતા નથી જે બાબતે હાઉસીંગ બોર્ડ મશીનમા સ્ટોપ નાખવા અપીલ છે.

- text

વધુમા જણાવાયું છે કે એસટીની ઘણી બસો જુના બસ સ્ટેન્ડમાં મુસાફરને ઉતારવા જતી નથી અને પાછળના રસ્તે સીધી નવા બસ સ્ટેન્ડ નીકળી જાય છે. આ બાબતે નલીયા-જામનગર રુટના ડ્રાઇવર કંડકટરને ખાસ સુચના આપી વ્યવસ્થા પુરી પડાવા અન્ન નાગરિક પુરવઠા મોરબી જિલ્લાના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ ભુજ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકને રજૂઆત કરી છે.

- text