મોરબીના ચકચારી સગીરા દુષ્કર્મ કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો

- text


અગાઉ ઝડપાયેલા બન્ને આરોપી 13મી સુધીના રિમાન્ડ ઉપર, હર્ષ પટેલની વિધિવત અટકાયત

મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં રહેતી સુખી, સંપન્ન ઘરની સગીરાને સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી બિભિત્સ ફોટો વિડીયો ઉતારી લઈ પૈસા પડાવવાની સાથે દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અગાઉ બે આરોપી ઝડપી લીધા બાદ આજે હર્ષ પટેલ નામના ત્રીજા આરોપીને પણ દબોચી લઈ વિધિવત અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

આ ચકચારી કેસની વિગત જોઈએ તો મોરબી શહેરના પોશ વિસ્તારમાં રહેતી સુખી, સંપન્ન ઘરની સગીરાને સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી આરોપી મીત ચંદુભાઇ શીરોહીયા, રહે. સો ઓરડી પરશુરામ પોટરી શેરી નંબર-૦૧ વાળાએ પ્રેમજાળમાં ફસાવી નાણાં ખંખેરવાનું શરૂ કરી સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવી પોતાના અન્ય મિત્ર આર્યન શબ્બીરભાઇ વલીભાઇ સોલંકી,રહે. હાલ મોરબી વીસીપરા મદીના સોસાયટી અનવરભાઇની ચકકી સામે તા.જી.મોરબી મુળ, રહે. રાજકોટ સોમનાથ સોસાયટી શેરી નં-૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નંબર-૦૨ રૈયા ચોકડી પાસે વાળા સાથે પરિચય કરાવી સંબંધ રાખવા દબાણ લાવી બિભિત્સ ફોટો વિડીયો ઉતારી લઈ પૈસા પડાવ્યા હતા.

- text

વધુમાં લંપટ, માવલીઓએ આટલેથી નહીં અટકી પોતાના અન્ય મિત્ર આરોપી હર્ષ કાંતીભાઇ સાણંદીયા, રહે.મોરબી રાજનગર લીમડા ચોક, પંચાસર રોડ,મોરબી. મુળ ગામ બીલીયા તા.જી.મોરબીવાળા સાથે ઇન્સ્ટાગ્રામમાં પરિચય કરાવી સગીરા ઉપર જોર જબરદસ્તી કરી બિભિત્સ વિડીયો ફોટા મેળવી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા જ પોલીસે ત્વરિત કામગીરી કરી મીત ચંદુભાઇ શીરોહીયા અને આર્યન શબ્બીરભાઇ વલીભાઇ સોલંકીને દબોચી લીધા બાદ આજે સીરામીક રો-મટિરિયલનો ધંધો કરતા હર્ષ કાંતીભાઇ સાણંદીયાને ઉપાડી લઈ વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

- text