માળીયા – હળવદ હાઇવે ઉપર ઘઉં ભરેલુ ટ્રેલર ગોથું મારી ડિવાઈડર કૂદી ગયું

- text


વિચિત્ર અકસ્માતમાં ટ્રેલર ગુલાંટ મારી રોડની સામેની સાઈડ પડતા ઇનોવા કાર ઝપટે ચડી, એકને ઇજા

હળવદ : હળવદ – માળીયા હાઇવે ઉપર આજે સવારે અમદાવાદથી ઘઉં ભરી કચ્છ તરફ જઈ રહેલ ટ્રેલર દેવળીયા ગામના પાટિયા નજીકે અચાનક ગોથું મારી રોડની સામેની સાઈડ ધસી જતા સામેથી આવતી ઇનોવા કાર સાથે અથડાતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ – માળીયા હાઇવે ઉપર આજે સવારના સમયે અમદાવાદથી ઘઉંનો જથ્થો ભરી કચ્છ તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક જ દેવળીયા ગામના પાટિયા નજીક ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી રોન્ગ સાઈડમાં ધસી ગયું હતું. બીજી તરફ ટ્રેલર રોન્ગ સાઈડમાં અચાનક ધસી આવતા સામેથી આવી રહેલ ઇનોવા કારનો ચાલાક હેબતાઈ ગયો હતો અને ટ્રેલર-ઇનોવા વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર સુનિલભાઈ નામના વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- text

- text