નાગડવાસના પાટિયા નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર નવા નાગડાવાસ ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલા સંજયભાઇ ઉર્ફે ગુણો લખમણભાઇ સાતોલા રહે.જુના નાગડાવાસ વાળાને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના મોટાભાઈ સુંદરમભાઇ ઉર્ફે દિલીપભાઇ લખમણભાઇ સાતોલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text