હળવદમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી

- text


તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી

હળવદ : હળવદમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની ઉજવણી કરી હતી તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી હતી.

- text

મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસમાં તમામ રોઝા પૂર્ણ થયા બાદ આજે રમઝાન ઇદની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાંતિ અને કોમીએકતાની મિશાલ કાયમ રાખતા હળવદમાં કોમી એખલાસભેર ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 8 વાગ્યે જુમ્મા મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નીસાન લઈ ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ ઝુલુસ કબ્રસ્તાન પાસે આવેલ ઇદગાહ દરગાહ ખાતે સામુહિક નમાઝ અદા કરીને મુસ્લિમ બિરાદરોએ સમગ્ર વિશ્વમાં અમન કાયમ રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી.બાદ ત્યાંથી લક્ષ્મીનારાયણ ચોકથી ઝુલુસ ફરી કુંભાર દરવાજા પાસે આવેલ જુમ્મા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું.આ ઝુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણી ઝાંગીર મોલ્લાના,હાફિઝ સાહેબ ની આગેવાની મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી હતી.

ફાઇલ તસ્વીર

 

 

- text