ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં ધો-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાની ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં ધોરણ -8ના વિદ્યાર્થીઓનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ વિદાય સમારોહમાં ધો.8ના વિદ્યાર્થીઓ તરફથી શાળામાં તેમની યાદગીરી સ્વરૂપે શાળાને યુનિવર્સલ કંપનીનું રૂ.15000ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પિત કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકાની ઘુનડા(સ.) પ્રાથમિક શાળાના ધોરણ – 8ના વિદ્યાર્થીઓનો આ શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારોહ આયોજિત થયો હતો.પ્રાથમિક શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ અને ઘડતર માટેનું મૂલગત શિક્ષણ ગણાય છે.મોબાઈલમાં સેવ થયેલ કોઈ અંગત મિત્રનો નંબર ડિલીટ થઈ શકે છે પરંતુ,વિદ્યાર્થીના હૃદયમાં સેવ થયેલ તેની પ્રાથમિક શાળા અને શાળાના ગુરુજનો પ્રત્યેનો સ્નેહ જીવનભર ડિલીટ થતો નથી.

આ વિદાય સમારોહમાં ધો.8ના વિદ્યાર્થીઓ તરફથી શાળામાં તેમની યાદગીરી સ્વરૂપે શાળાને યુનિવર્સલ કંપનીનું રૂ.15000ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પિત કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાનના અનુભવો,પ્રતિભાવો અને સંસ્મરણો પ્રસ્તુત કર્યા હતાં.શાળાના મુખ્ય શિક્ષક ધર્મેન્દ્ર જી.જીવાણી તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓ ધોરણ – 9માં પ્રવેશ મેળવે અને અભ્યાસમાં આગળ વધી તેમના જીવનનું નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

- text

- text