ખોવાયેલા ચાર મોબાઈલ શોધી આપતી મોરબી બી ડિવિઝન પોલીસ 

- text


મોરબી : મોરબીમાં વારંવાર મોંઘાદાટ મોબાઈલ કોઈને કોઈ કારણોસર ગુમ કે ભૂલથી ખોવાઈ જતા હોવાના બનાવો પોલીસ મથકે પહોંચતા હોય છે. જો કે ઘણીવાર ખોવાયેલા મોબાઈલ મળતા ન હોવાની બાબત વચ્ચે મોરબીમાથી આશરે ૧,૦૪,૦૦૦ ની કિમતના ખોવાયેલ મોબાઇલો મોરબી બી ડિવિઝન પોલીસે શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે.

- text

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલાએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી ચાર જેટલા આશરે ૧,૦૪,૦૦૦ ની કિમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્રને મોરબી બી ડીવીજન પોલીસે સાર્થક કરેલ છે.

- text