મોરબીના બગથળા ગામે કાળમુખા ડમ્પરે બાઈક ચાલકને કચડી નાખ્યો

- text


છૂટક મજૂરી કામ કરતા યુવાનનું મૃત્યુ નિપજાવી ડમ્પર ચાલક નાસી છૂટ્યો

મોરબી : મોરબી તાલુકાના નવલખી રોડ ઉપર જેપુર ગામના પાટીયાથી આગળ બગથળા ગામની ફાટક પાસે કાળમુખા ડમ્પર ચાલકે મધ્યપ્રદેશના શ્રમિક યુવાનના બાઇકને હડફેટે લઈ વ્હીલ નીચે કચડી નાખતા આ યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના મોટાભાગના બનાવોની જેમ આ બનાવમાં પણ ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર રેઢું મૂકી નાસી ગયો હતો.

અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવલખી રોડ ઉપર જેપુર ગામના પાટીયાથી આગળ બગથળા ગામની ફાટક પાસે બાઈક લઈને જઈ રહેલા પારસભાઈ મોહનભાઇ ખરાડીયા નામના યુવાનને GJ-09-Z-6614 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ વ્હીલ નીચે કચડી નાખતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

ઘટના બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઇ મોહનભાઇ ખરાડીયા, રહે.હાલ-જેપુર ગામ, મુળ ગામ-દેશવાલ્યા ગામ, પાંચપાવલી ફળીયુ તા.કુકશી જી.ધાર (મધ્યપ્રદેશ) વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ-09-Z-6614ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text