ઘરધણી અગાશી ઉપર સુવા ગયા અને તસ્કરો 1.95 લાખની ચોરી કરી ગયા

- text


મોરબીના જુના ઘુંટુ ગામમાં નિશાચરો ઘરના નકુચા તોડી રોકડ, દાગીના ચોરી જતા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના જુના ઘુંટુ ગામમાં ભારે ગરમીના માહોલમાં અગાશી ઉપર નિરાંતની ઊંઘ માણવા ગયેલ પરિવારને સૂતો રાખી નિશાચરો મકાનના નકુચા તોડી રૂપિયા 85 હજાર રોકડા તેમજ દાગીના સહીત કુલ રૂપિયા 1,95,250ની માલમાતાની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને બાંધકામ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા પ્રવિણભાઇ કરશનભાઇ ઝાલા અને તેમનો પરિવાર નિત્યકર્મ મુજબ ગરમીને કારણે રાત્રીના અગાશીમાં સુવા ગયા બાદ સવારે જાગીને નીચે આવતા મકાનના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું.

- text

વધુમાં પ્રવિણભાઇ કરશનભાઇ ઝાલાએ ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તેમના મકાનની તીજોરીમા રાખેલ રોકડા રૂપિયા 85 હજાર રોકડા, બે સોનાની વીંટી કિંમત રૂપિયા 74,300, એક સોનાનો ચેઇન કિમત રૂપિયા27,200 તથા ચાંદીના પગના સાકળા નંગ-2 કિમત રૂપિયા 8930 સહિત કુલ રૂપિયા1,95,250ના મુદામાલાની ચોરી કરી જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text