અનોખો વિરોધ : SGSTના આસિસ્ટન્ટ કમિશનરોએ વધુ કામ કરીને નોંધાવ્યો વિરોધ

- text


 

મોરબી: સામાન્ય રીતે સરકારી કર્મીઓ વિરોધ કરવા માટે હડતાળ પાડીને રજા પર ઉતરી જતા હોય છે પરંતુ રાજ્યમાં SGSTના આસિસ્ટન્ટ કમિશનરોએ રજા પર ઉતરવાની જગ્યાએ કામના સ્થળ પર કામના સમય કરતાં વધુ કામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાતનાં સ્ટેટ GST ડીપાર્ટમેન્ટમાં ૨૦૧૮ની બેંચમાં નિમણુક પામેલા ૬૦ જેટલા સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ– ૧ સંવર્ગનાં અધિકારીઓને ૨ વર્ષનો પ્રોબેશન સમયગાળો સપ્ટેમ્બર -૨૦૨૦માં પુર્ણ થઇ ગયો છે. જેને દોઢ વર્ષ જેટલો સમય થવા છતા આજ દિન સુધી કાયમી નિમણુકનો ઓર્ડર આપવામાં આવ્યો નથી. જેથી અધિકારીઓ દ્રારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જે હડતાળ પણ અનોખી રીતે કરવાનું નકકી કરાયું છે. જે મુજબ સવારનાં ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી કચેરી સમયમાં પોતાની ફરજ પુર્ણ કર્યા બાદ રાત્રીનાં ૧૨:૦૦ કલાક સુધી ઓફિસમાં જ બેસીને અલગ અલગ કામ કરવાની શરૂઆત કરાઈ છે. આમ અનોખી રીતે હડતાળ કરવાનાં કારણે સરકારી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

- text

વધુમાં કચેરી સમય દરમ્યાન કપડાં પર કાળી પટ્ટી ધારણ કરી ઉપવાસ રાખી અજમાયશી સમયગાળો પૂર્ણ થયા બાબતના આદેશ ન થવા બાબતે હકારાત્મક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે મુજબ મોરબી STATE GST કચેરી ખાતે સહાયક રાજ્ય વેરા કમિશનર અને કમિશનરને ટેકો આપવા કચેરીનાં અન્ય સ્ટાફ દ્રારા પણ કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

- text