રાજકોટના દારૂ તેમજ નશીલા દ્રવ્યના ગુન્હામાં ફરાર આરોપી ટંકારા નજીક ઝડપાયો

- text


મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા કરાયેલી કામગીરી

મોરબી : રાજકોટ શહેરના દારૂના ગુન્હામાં તેમજ એનડીપીએસ એટલે કે નશીલા પદાર્થના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા સાત માસથી ફરાર આરોપીને ટંકારા નજીકથી ઝડપી લેવામાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. રામભાઇ મંઢ, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને ખાનગી રાહે મળેલ કે, ટંકારા લતીપર ચોકડી નજીક આવેલ શિવકૃપા હોટલ પાસે રાજકોટના વિદેશી દારૂના ગુન્હામાં તેમજ નશીલા દ્રવ્યના ગુન્હામાં છેલ્લા સાત માસથી ફરાર રમજાનભાઇ રહીમભાઇ શેખ ઉ.23 ધંધો મજુરી રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ, ધોળકીયા સ્કુલની બાજુમાં આવાસ યોજનાના કવાર્ટરમાં બ્લોક નં-૦૨ રૂમ નં-૧૪૦ મુળ રહે રાજકોટ રેલ્વેસ્ટેશન પાછળ રૂખડીયા કોલોની રાજીવનગર હાજીપીરની દરગાહ વાળા આવેલ છે.

- text

જેને પગલે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાકીદે બનાવ સ્થળે જઈ ફરાર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અત્રે રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ મથક તથા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી આરોપીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઈ પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા, ચંદ્રકાંતભાઇ વામજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગીયા, નંદલાલ વરમોરા, રવિરાજસિંહ ઝાલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text