મોરબીમાં ગૌશાળાના લાભાર્થે 21 યુગલોના સમૂહલગ્નોત્સવ યોજાશે

- text


સંતવાણી અને લોકડાયરાનું પણ આયોજન

મોરબી : મોરબીમાં ગૌશાળાના નવનિર્માણ નિમિતે 11માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.તેમજ સંતવાણી અને લોકડાયરો પણ યોજાશે.11માં સમૂહલગ્નોત્સવમાં સર્વ જ્ઞાતિની 21 દીકરીઓને પરણાવામાં આવશે.

અંબાજી સેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બજરંગદાસબાપુ ગૌશાળા એન્ડ અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના નવનિર્માણ નિમિતે આગામી તા.30/05 ના રોજ સંતવાણી અને લોકડાયરો રાત્રે 9:30 કલાકે શક્તિ મંદિર,શકત શનાળા,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંતવાણી અને લોકડાયરામાં ભજન કલાકાર સ્થાને બીરજુ બારોટ,માયાબેન દુધરેજીયા,ગોપાલ સાધુ અને ચેતનભાઈ જગમાલભાઈ બારોટ તથા લોક સાહિત્ય કલાકાર સ્થાને મુકેશભાઈ બારોટ ઉપસ્થિત રહેશે.

તેમજ તા.31/05ના રોજ સર્વ જ્ઞાતિય 11માં સમૂહલગ્નોત્સવનું લોહાણા વિદ્યાર્થી ભવન,રવાપર રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.11માં સમૂહલગ્નોત્સવમાં 21 દીકરીઓને પરણાવામાં આવશે.સમૂહલગ્નોત્સવમાં તા.30/05ના રોજ સવારે 6 કલાકે મંડપ રોપણ,તા.31/05ના રોજ સવારે 6:15 કલાકે જાણ આગમન,સવારે 7 કલાકે સામૈયા,સવારે 9 કલાકે હસ્ત મેળાપ અને બપોરે 11 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.વધુ માહિતી માટે સુરેશભાઈ મો.75740 95066,જનકભાઈ મો.72039 75903 પર સંપર્ક કરવો.

- text

- text