મોરબીના નાની વાવડી ગામેથી 219 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


એલસીબી ટીમે રૂ.61,540નો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે એલસીબી ટીમે બાતમીને આધારે રહેણાંકમાં દરોડો પાડી વિદેશીદારૂની નાની મોટી 219 બોટલ સાથે યુવાનને ઝડપી લઈ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ અટકાવવા એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા સ્ટાફ સઘન પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.હેડકોન્સ.શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની સચોટ બાતમી મળી હતી.

- text

બાતમીને પગલે એલસીબી ટીમે નાની વાવડી ગામના ઝાપા પાસે લુહાર શેરીમાં કુમારસિંહ ઉર્ફે કાનભા મેનુભા ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા દરોડા દરમિયાન રહેણાંકમાંથી વિદેશીદારૂની નાની-મોટી 219 બોટલ કિમત રૂપિયા 61,540નો જથ્થો મળી આવતા આરોપીને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, HC સુરેશભાઇ હુંબલ, શકિતસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા રામભાઇ મંઢ, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ, વિક્રમભાઇ ફુગસીયા તથા રવિરાજસિંહ ઝાલા, વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text