મોરબીની પરિણીતાને બાળક ન થતા રાજકોટના સાસરિયાઓનો ત્રાસ

- text


રાજકોટ રહેતા સાસુ,સસરા, કાકાજી અને નણંદ સહિતના સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી માવતર ધરાવતી પરિણીતાને લગ્નજીવન દરમિયાન બાળક ન થતું હોય પતિ સહિતના સાસરિયાઓ દ્વારા બાળક તેમજ ઘરકામ મુદ્દે ત્રાસ આપતા આ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં રાજકોટ રહેતા સાસુ,સસરા, કાકાજી અને નણંદ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે મહિલા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ક્રિષ્ના પાર્ક બાવળીયા પીરની દરગાહ સામે માવતરના ઘરે રહેતા અફશાનાબેન યુસુફભાઇ રાઉમાએ રાજકોટ સરદારનગર શેરી નં.-10માં રહેતા પતિ યુસુફ સલેમાનભાઇ રાઉમા, (સસરા) સલેમાનભાઇ કાસમભાઇ રાઉમા, (સાસુ) રોશનબેન સલેમાનભાઇ રાઉમા, (નણંદ) મુમતાજબેન સલેમાનભાઇ રાઉમા, (કાકાજી સસરા) અબ્દુલભાઇ કાસમભાઇ રાઉમા દ્વારા છેલ્લા પાચેક વર્ષ દરમ્યાન બાળક નહી થતા તેમજ ઘરકામ તથા સામાન્ય બાબતોમાં અવાર-નવાર મેણા ટોણા મારી ત્રાસ આપતા હોવા અંગે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી.

- text

આ અરજીને પગલે મોરબી મહિલા પોલીસ દ્વારા અફશાનાબેન યુસુફભાઇ રાઉમાની ફરિયાદને આધારે પતિ, સાસુ,સસરા, કાકાજી અને નણંદ સહિતના લોકો સામે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૫૦૪,૧૧૪ મુજ્બ પરિણીતાને ઢીકા પાટુનો મુંઢમાર મારી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text