સરકારી મેડિકલ કોલેજ મામલે કોંગ્રેસના સતત બીજા દિવસે પણ ઘરણા

- text


કોંગ્રેસના ઘરણા પ્રદર્શનને મોરબી વકીલ મંડળના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં વકીલો અને ટંકારા 42 ગામના આગેવાનોનું સમર્થન

મોરબી : રાજ્ય સરકારે મોરબીને છેલ્લી ઘડીએ સરકારી મેડિકલ કોલેજ રદ કરીને ખાનગી મેડિકલ કોલેજ ફાળવી દેતા મોરબીને મોટો અન્યાય થયાના સુર સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. અને ભાજપ સરકારને આ મુદ્દે ભીંસમાં લેવા કોંગ્રેસે લડતના મંડાણ કર્યા છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગઈકાલથી એક અઠવાડિયા સુધી પ્રતીક ધરણાનો પ્રારંભ કર્યા બાદ આજે બીજા દિવસે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું.જેને ઠેરઠેરથી ટેકો મળી રહ્યો છે.

મોરબીને સરકારી મેડિકલ કોલેજ રદ કરીને સરકારે મોરબીને અન્યાય કર્યાના સુર સાથે મોરબીના શનાળા રોડ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે છાવણી નાખીને કોંગ્રેસ દ્વારા આજે બીજા દિવસે પણ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે મોરબી જિલ્લા સાથે હળહળતો અન્યાય કર્યો છે. ત્યારે મોરબી જીલ્લા કોગ્રેસ દ્વારા રદ થયેલી સરકારી મેડિકલ કોલેજને મોરબીમાં ફરી ફાળવવા માટે સરકાર સામે ઘરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આજ બીજા દિવસે ધરણા પ્રદર્શનમાં મોરબી શહેર વોર્ડ નંબર ૩-૪ અને મોરબી વકીલ મંડળના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં વકીલો હાજર રહી ટૅકો જાહેર કર્યો છે. સાથેસાથે ટંકારા તાલુકાના બેતાલીસ ગામના આગેવાનો પણ ઘરણા પ્રદર્શનમાં જોડાયા હતા અને સરકાર સામે વિરોધ કર્યો હતો.

- text

- text