મોરબીમાં પાટીદાર અગ્રણી સ્વ. શીવાબાપાની પ્રથમ પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ યોજાયો

- text


 

૬૫૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. શીવાબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબીઃ પાટીદાર રત્ન અને સેવાના ભેખધારી એવા પાટીદાર અગ્રણી સ્વ. શીવલાલભાઈ (શીવાબાપા ) ઓગાણજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ગત તારીખ 17 એપ્રિલ ને રવિવારના રોજ પટેલ કન્યા છાત્રાલય ખાતે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મહારક્તદાન કેમ્પને સ્વ શીવાબાપાની પૌત્રી તેમજ સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિવિધ સામાજિક સંસ્થાના હોદેદારો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ મહારક્તદાન કેમ્પમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના સભ્યો, વિવિધ સમાજના ભાઈઓ- બહેનો અનેકવિધ એસોસિએશનો, ઓગાણજા પરિવારના સગા સ્નેહીજનો, મોરબીના તમામ સમાજના યુવાનોએ તેમજ સમાજની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કુલ ૪૪ દાતાઓએ રક્તદાન કરી સ્વ. શિવાબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ નીલકંઠ વિધાલય પરિવાર દ્રારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ બધી જ રક્તની બોટલ સ્વ. શિવાબાપાને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરવામાં આવી હતી. કુલ ૬પ૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાના આ કાર્યમાં સહભાગી થઈને અલગ- અલગ બ્લડ બેન્ક જેવી કે સંસ્કાર બ્લડ બેન્ક મોરબી, સિવિલ હોસ્પિટલ મોરબી, સિવિલ હોસ્પિટલ રાજકોટ, સી.યુ.શાહ કોલેજ અને બ્લડ બેન્ક સુરેન્દ્રનગર તેમજ નાથાણી બ્લડ બેન્ક રાજકોટ કુલ પાંચ બ્લડ બેન્કોને બ્લડ સોંપવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પને સફળ બનાવવામાં સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, શ્રી કડવા પાટીદાર વિધાર્થી ભુવન, શ્રી નીલકંઠ વિદ્યાલય પરિવાર, શ્રી ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ, શ્રી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ, શ્રી ઉમિયા સમાધાન પંચ, શ્રી ઉમિયા પરિવાર સમિતિ, પી. એસ.જી. ગૃપ, શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, નવયુગ કોલેજ છાત્રાલય કેમ્પસમાં આવેલ સ્કૂલો તથા કોલેજો, શ્રી ઉમિયા અને પાટીદાર નવરાત્રી સમિતિ, માતૃવંદના ટ્રસ્ટ, પી જી પટેલ કોલેજ, તમામ સિરામિક એસોસિએશનો તેમજ ઓગાણજા પરિવારના સગા- સંબંધીઓએ ભારે જહેમત ઉઠાવી આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમની સાથે- સાથે પૂજ્ય સ્વ. શીવાબાપાને આત્મિક શાંતિ અર્થે છગન ભગત અને સીતારામ મંડળ દ્વારા સુંદરકાંડ પાઠ અને રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હાજર સૌ ભાઈઓ બહેનો, તમામ સ્વયં સેવકો, તમામ રક્તદાતાઓ તેમજ તમામ પરિવારજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે ઓગણજા પરિવારે સૌનો હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

- text