અમદાવાદમાં આયોજિત અસંગઠિત શ્રમિક સંમેલનમાં મોરબીથી રાજ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા

- text


મોરબી-માળીયાના ધારાસભ્યે અસંગઠીત શ્રમિકોને ઉદબોધન કર્યું

મોરબી : શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ગત તા.16ના રોજ 6 જીલ્લાઓમાં અસંગઠિત શ્રમિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદ ખાતેના સંમેલનમાં મોરબીથી રાજ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા હતા.આ સંમેલનમાં વિવિધ યોજનાઓ હેઠળ બહોળી સઁખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ગત તા.16ના રોજ અસંગઠિત શ્રમિક સંમેલનનું રાજ્યના અમદાવાદ,વડોદરા, સૂરત, રાજકોટ, જામનગર, ભાવનગર એમ 6 જીલ્લાઓમાં આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મંત્રી બ્રિજેશ મેરજા અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મોરબી ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈને તમામ અસંગઠીત શ્રમિકોને ઉદબોધન કરેલ હતું.આ 6 જિલ્લાઓમાં અંદાજે 2000 અસંગઠીત શ્રમિકો તથા બાંધકામ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં દરેક સ્થળે અસંગઠીત શ્રમિકો માટે ઇ-શ્રમ કાર્ડ તથા બાંધકામ શ્રમિકો માટે ઈ-નિર્માણ કાર્ડ કઢાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાં 283 અસંગઠીત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ તથા 84 બાંધકામ શ્રમિકોને ઈ- નિર્માણ કાર્ડ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યાં.

આ ઉપરાંત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના 121 લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવેલ હતા અને પીએમસ્વનિધી યોજનાના 56 લાભાર્થીઓએ લાભ મેળવેલ હતો. આ જ કાર્યક્રમ ગાંધીનગર, મોરબી, મહેસાણા અને જૂનાગઢ 4 જિલ્લાઓમાં ગત તા. 17ને રવિવારના રોજ યોજાયો હતો.

- text

- text