ખોખરાધામમાં આયોજિત રામકથામાં શહિદ પરિવારોને એક-એક લાખના ચેક અર્પણ

- text


‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના નેજા હેઠળ કથાના યજમાન અજય લોરિયા દ્વારા પ્રેરણાદાયી કાર્ય

મોરબી : મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાનજી રામકથામાં શહિદ પરિવારોને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા એક-એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

ખોખરા હનુમાનજી ખાતે આયોજિત રામકથામાં ભારત સરકારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ,1008 મહામંડલેશ્વર માં કનકેશ્વરીજીના હસ્તેથી શહીદ રઘુભાઇ રૈયાભાઈ-ચોટીલા, ભગવાનભાઇ ડાભી-રામપરા(વઢવાણ), કરણસિંહ ધીરૂભા ડાભી-મૂળી વગેરે શહીદ પરિવારને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના નેજા હેઠળ કથાના યજમાન અજય લોરિયા દ્વારા 1-1 લાખના ચેક અર્પણ કરાયા હતા અને ધન્યતા અનુભવી હતી.તેમજ અન્ય રાજકીય આગેવાનો તેમજ દેશના સંતો હાજર રહ્યા હતા.

- text

- text