RTE પ્રવેશ પ્રક્રિયામાં અમાન્ય ફોર્મમાં કાલે મંગળવાર સુધી સુધારા કરી શકાશે

- text


મોરબી : અગાઉ RTE પ્રવેશ પ્રક્રિયાની અરજીઓ મંગાવાઈ હતી.જેમાં અધૂરા ડોક્યુમેન્ટ,અધૂરી વિગત વગેરેને કારણે ફોર્મ અમાન્ય થયેલ હતા.માત્ર તેવા ફોર્મમાં આગામી તા.17 થી 19 સુધીમાં ફોર્મમાં સુધારા કરી શકશે.

શૈક્ષણિક વર્ષ 2022-23માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મમાં માત્ર અમાન્ય(Reject) થયેલ અરજીઓ માટે તા.17 થી તા.19 સુધીમાં ડોક્યુમેન્ટસમાં સુધારા કરી શકાશે.સુધારા કરવા લીંક પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને ખોટાં / વાંચી ન શકાય તેવાં / અધુરા અપલોડ કરેલ ડોક્યુમેન્ટસની જગ્યાએ સાચાં અને સ્પષ્ટ વંચાય તેવાં ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકાશે.RTE પ્રવેશ પ્રક્રિયાની અરજીમાં સુધારા કરવા માટે RTEની કોઇપણ લીંકનો ઉપયોગ કરી શકાશે.

- text

- text