મોરબીના નાની વાવડીમાથી ટુરિઝમનો ધંધાર્થી પિસ્તોલ સાથે ઝડપાયો

- text


મોરબીના નાની વાવડીમાથી ટુરિઝમનો ધંધાર્થી પિસ્તોલ સાથે ઝડપાયો

સિદ્ધિ વિનાયક સોસાયટી નજીક શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સની તલાસી લેતા હાથ બનાવટની પિસ્તોલ મળી

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે નાની વાવડી ગામે સિદ્ધિ વિનાયક સોસાયટી નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ટુરિઝમના ધંધાર્થીને હાથ બનાવટની પિસ્તોલ ઝાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદે હથિયારો શોધી કાઢવા સુચના કરતા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ, સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. જંચીપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી તાલુકાના નાની વાવડી ગામે, સિધ્ધી વિનાયક સોસાયટીના નાકા પાસે આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલા (ઉ.વ.૪૪, ધંધો-ટુરીઝમ, રહે, નાની વાવડી, સિધ્ધી વિનાયક સોસાયટી, તા.જી,મોરબી)ને તેના પેન્ટના નેફામાંથી એક હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઈ તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text