મોરબીમાં ડો. બાબા સાહેબ આબેકડરની જન્મજયંતી નિમિતે ભવ્ય રેલી યોજાઈ

- text


સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી ડો, બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી, રાજકીય મહાનુભાવોએ ડો. આબેકડરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી

મોરબી : મોરબીમાં ડો, બાબાસાહેબ આબેકડરની જન્મજયંતી નિમિતે ભવ્ય રેલી યોજાઈ હતી. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી ડો, બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રાજકીય મહાનુભાવોએ ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી.

મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ આજે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે સ્વંય સેવક દળ દ્વારા શહેરના વીસીપરા ખાતેથી ગાંધીચોકમાં આવેલી ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમા સુધી શિસ્તબદ્ધ રેલી કાઢવામાં આવી હતી અને સ્વંય સેવક દળના સૈનિકોએ શિસ્તપૂર્વક ગાંધીચોકમાં આવેલી ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમા સુધી પહોંચીને ડો. બાબા સાહેબ આબેકડરને સલામી આપી હતી.જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સ્ટેશન રોડ ઉપર આવેલી સમાજની ઓફીસ ખાતેથી જુદા જુદા રથમાં ડો, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને સવિધાન સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રા વાજતે ગાજતે મુખ્યમાર્ગો ઉપર ફરી ગાંધીચોકમાં આવેલી ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમા સુધી પહોંચીને ડો. બાબા સાહેબ આબેકડરને જયભીમના નારા સાથે સમાજના આગેવાનો સહિતના લોકોએ ફુલહાર અર્પણ કર્યા હતા. તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય અગ્રણીઓએ રેલીનું સ્વાગત કરી ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી.

- text

- text