મોરબીમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

- text


 

મોરબી: આજરોજ 14મી એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતી હોય ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા આંબેડકર ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા આયોજિત કાર્યક્રમમાં આંબેડકર ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને RSSના કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં ચાલતા સીવણ કેન્દ્ર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીના એકાત્મા ભારતના સંદર્ભે વિચાર અંગે પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે રાજેશભાઈ બદ્રકિયાએ ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સમગ્ર હિન્દુ સમાજની એકતા બંધુતા અંગે ઉત્કૃષ્ટ કાર્ય કરેલા તે વિશેની વાત કરવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં લલીતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, પ્રચારક હસમુખભાઈ પટેલ, વિજયભાઈ રાવલ, રણછોડભાઈ કુંડારિયા, જેઠાભાઇ કવૈયા, ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાઓ વિનુભાઈ, રાહુલભાઈ, આરતીબેન શુક્લા, ભૂમિબેન તથા અન્ય ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text