સીએનજીના ભાવમાં અઠવાડિયામાં બીજી વખત ભાવ વધારો

- text


ગેસ પેટ્રોલની સાઈડ કાપશે : એક કિલો સીએનજી રૂપિયા 79.56 થયા

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા લોકોને સરેઆમ લૂંટવાનું ચાલુ કર્યું હોય તેમ એક જ અઠવાડિયાના સમયગાળામાં બીજી વખત તોતિંગ ભાવ વધારો અમલી બનાવતા હવે લોકોને સસ્તા ઇંધણનો વિકલ્પ પૂર્ણ થયો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. આજથી ભાવ વધારો થતાં હવે સીએનજીના ભાવ 79.56 થયા છે.

- text

ગુજરાત ગેસ કંપની દ્વારા આંતરાષ્ટ્રીય ભાવના બહાને નેચરલ ગેસના ભાવમાં ઉપરા- છાપરી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. ગત તા.6 એપ્રિલે સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યા બાદ આજે તા.14 એપ્રિલથી ફરી ભાવ વધારો અમલી બનાવી પ્રતિ કિલો સીએનજીના ભાવ 79.56 સુધી પહોંચાડી દીધા છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો કરતા હવે લોકોને સસ્તા ઇંધણના વિકલ્પ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text