વાંકાનેરમાં મહાવીર જ્યંતી નિમિતે શોભાયાત્રા યોજાઈ

- text


ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી જયનો નાદ ગુંજ્યો

વાંકાનેર : આજરોજ મહાવીર જયંતી નિમિતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા.શોભાયાત્રામાં જૈન શ્રાવિકા બહેનોએ સ્તવનો નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.નીતિસૂરી સામાયિક મહિલા મંડળ તરફથી વાંકાનેર પાંજરાપોળની ગાયો,વાછડા,વાછડીને ગોળનું પાણી પીવડાવામાં આવ્યું હતું.

આજના યુગમાં આપણા વિચારો, જીવન જીવવાની રીત, માનવીય સંબંધો જોતાં લાગે છે. સમાજમાં ઈર્ષ્યા, અહંકાર, દંભ, અસત્ય અને હિંસક પ્રવૃતિઓએ મનુષ્ય જીવનને છિન્નવિચ્છિન્ન કરી નાખ્યું છે. ભગવાન મહાવીરની અહિંસા,અનેકાન્તવાદની ભેટ,સહનશીલતા, તપશ્ચર્યા, ધીરજ અને સાધર્મિક ભક્તિને જીવનમાં ઉતારવાની જરૂર છે.જેથી ટેકનોલોજીના આ યુગમાં પરિવારો,સામાજીક સંબંધો અને પ્રકૃતિને બચાવી આપણે આત્મનિરીક્ષણ કરીશું.તો માનવ જીવનની સફર સાર્થક થવા તરફ આગળ વધી શકીશું એમ સાધ્વી ભગવંત સૌમ્યપ્રજ્ઞા મહારાજે જણાવ્યું હતું.શાશ્વત ઓળી કરાવવા વાંકાનેરમાં બીરાજતા સાધ્વી ભગવંતોની નિશ્રામાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો વરઘોડો દેરાસર થી નીકળી મુખ્ય બજારમાં ફરી દેરાસર પહોંચતા ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા.સમૂહ સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી.

- text

તપગચ્છ જૈન સંધની ભગવાન મહાવીરની ચાંદીની પાલખી તથા દિગમ્બર જૈનસંધની ભગવાન મહાવીરની શોભાયાત્રામાં જૈન શ્રાવિકા બહેનોએ સ્તવનો ગાતાં “એક જનમ્યો રાજદુલારો, દુનિયાનો તારણહારો” ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી જય, “માત્રા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે લોલ ” ના જયઘોષથી વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું.

તપગચ્છ જૈનસંધના પ્રમુખ પ્રવિણભાઈ દોશી,મંત્રી રાજુભાઈ મહેતા, ટ્રસ્ટી નાથુભાઈ દોશી, ડો.અમીનેય શેઠ, ભુપતભાઈ મહેતા, દિગંમ્બર સંધના ટ્રસ્ટીઓ અને ભાઈઓ – બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા.આ સંઘ સ્વામિવાત્સલ્ય જમણનો લાભ સૌ એ લીધો હતો.નીતિસૂરી સામાયિક મહિલા મંડળ તરફથી વાંકાનેર પાંજરાપોળની ગાયો – વાછડા – વાછડીને ગોળનું પાણી પાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text