વડીલો પાર્જિત મકાન વેચાતા ભાગ માંગી ભાઈને માર મારતો ભાઈ

- text


મોરબીના રોહીદાસપરા ચોક દશામાંના મંદિર પાસે બનેલો બનાવ

મોરબી : મોરબીના રોહીદાસપરા ચોક દશામાંના મંદિર પાસે વડીલો પાર્જિત મકાન વેચાતા આવેલા નાણાંમાં ભાગ માંગી ભાઈએ ભાઈને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રોહિદાસપરામાં વડીલો પાર્જિત મકાન વેચાતા પરસોત્તમભાઇ ઉર્ફે કારીયો હીરાભાઇ ચાવડા પાસેથી ભાગે પડતા નાણાં આપવાની માંગણી કરી સગા ભાઈ એવા

- text

મુકેશભાઇ ઉર્ફે ખાટો હીરાભાઇ ચાવડાએ પોતાને પુરતો ભાગ આપો તેમ કહી ઝઘડો કરી ગાળો બોલી લોખંડના પાઇપ વડે માથામાં માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે પરસોત્તમભાઈની ફરિયાદના આધારે ખાટા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text