મોરબીને સરકારી મેડિકલ કોલેજ નહીં મળે તો લોકો લુંટાશે

- text


મોરબી પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા દ્વારા મેડીકલ કોલેજ બાબતે ફેર વિચારણા કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી અને તમામ તૈયારીઓ પૂર્ણ થવાને આરે પહોંચતા જ સરકાર દ્વારા મોરબીને બદલે તાપી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ આપી મોરબીને ખાનગી મેડિકલ કોલેજ આપવા જાહેરાત કરતા મોરબીના લોકોને આરોગ્ય સેવા મામલે લૂંટાવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરી મોરબી પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરી ફેર વિચારણા કરવા માંગ ઉઠાવી છે.

મોરબી પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મુખ્યમંત્રીને મુદ્દાસર રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી કલેકટર દ્વારા મોરબીને મળનારી સરકારી મેડિકલ કોલેજને અધતન અને સુવિધા સભર બનાવવા માટે જરૂરી જમીન મોરબી તાલુકાના શનાળા (શકત) ગામે સરકારી ખરાબાની મોકાની જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે. ત્યાં મકાનની સુવિધાના થાય ત્યાં સુધી મોરબીની સરકારી ગીબ્સન મીડલસ્કુલના બિલ્ડીંગમાં ટેમ્પરેરી કામ ચાલવાનું નક્કી કરી ત્યાં પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પરંતુ સરકારીના તા. ૨૯-૩-૨૦૨૨ ના ઠરાવથી આરોગ્ય તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણ ગાંધીનગરની એક જ પેઇજના પત્રથી મોરબીની સરકારી કોલેજ રદ્દ કરી મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ આપવાની જાહેરાત થતા મોરબીના લોકોને ખુબજ મોટો આઘાત લાગેલ છે, કારણ કે સરકાર તા ૨૯-૩-૨૦૨૨ ના રોજ ઠરાવ મુજબ હવે મોરબી જીલ્લાને બદલે તાપી જિલ્લાને ગ્રીન ફિલ્ડ એટલે કે સરકારી મેડીકલ કોલેજ ફાળવવામાં આવેલ છે. જયારે મોરબીને હવે બ્રાઉન ફિલ્ડ કોલેજથી કામ ચાલવું પડશે તેમ આ નિણર્યથી જણાય છે.

વધુમાં મોરબીને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ આપવામાં આવે અને તેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી જણાવ્યું છે એ, સરકારે ૨૯- ૩-૨૦૨૨ ના રોજ કરેલ ઠરાવ જે લગત કચેરી માં તા. ૬-૪-૨૦૨૦ ના રોજ ઇનવર્ડ થાય છે. અને તે પહેલા તો બ્રાઉન ફિલ્ડ કોલેજ સ્થાપવા માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓફર માગવાની જાહેરાત પણ પેપરમાં આવી જાય છે. અને એ પણ ખુબજ ઓછો ફેલાવો ધરાવતા ન્યુઝ પેપરમાં અને તે જાહેરાત પણ લોકોને ન સમજાય તેવી રીતની આપવામાં આવેલ છે. જેના કારણે આ પ્રકિયા ઉપર શંકાનો કરવાના લોકોને મોકો મળેલ છે. અને તે સાચો પણ છે. સરકારી તંત્રના અધિકારીઓ ની આમાં મેલી મુરાદ હોય તેવું પણ લાગી રહ્યું હોવાનું તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

- text

રજૂઆતના અંતે મોરબી પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જો સરકાર આ કોલેજને ગ્રીન ફિલ્ડ કરે તો ખુબજ સારું હોવાનું ઉમેરી જણાવ્યું છે કે જો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવામાં આવે તો એવી સંસ્થાને પ્રાધાન્ય આપવામાં આવે છે કે જે સંસ્થા શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલ હોય, સ્વાસ્થ્ય સંબધિત કાર્યો સાથે જોડાયેલ હોય. આર્થીક રીતે સધ્ધર હોય, સેવાકીય કાર્યો કરતી હોય અને તેનો હેતુ ફક્ત સેવા જ હોય, જેના સંચાલક માં સમાજના પ્રતિષ્ઠિત લોકો ફ્રી સેવા આપતા હોય. જેનો પૂર્વ ઈતિહાસ સારો અને સેવાકીય હોય, દરેક સમાજ જે સંસ્થા માં વિશ્વાસ ધરાવતા હોય, જે દરેક વર્ગને આનો લાભ સમભાવથી આપી શકે તેમ હોય, જેનો હેતુ શિક્ષણનો વેપાર નહિ પણ શિક્ષણની સેવા હોય તેવી મોરબીની સ્થાનિક સંસ્થાને જ આનું સંચાલન આપવામાં આવે. અને તો જ મોરબી ની જનતા ને આનો સારો લાભ મળશે. નહીતર જો કોઈ બીજી વેપારી સંસ્થા આવી જશે તો લોકો ને લુંટાવાનો વારો આવશે તેવું અંતમાં જણાવી મોરબી મામલે સરકાર ગંભીર રીતે ફેર વિચારણા કરે તેવું જણાવ્યું છે.

 

- text