મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને આર્યસમાજ દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર યોજાશે

- text


શિબિરમાં ૧૪ થી ૨૦ વર્ષની આર્યવીરાંગનાને પ્રવેશ અપાશે

મોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને આર્યસમાજ દક્ષિણ મોરબી દ્વારા ગ્રીષ્મ કાલીન વાર્ષિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૧૪ થી ૨૦ વર્ષની આર્યવીરાંગનાને પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાવધાનમાં આર્યવીર દળ ગુજરાત દ્વારા ગ્રીષ્મ કાલીન વાર્ષિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને આર્યસમાજ દક્ષિણ મોરબી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર તા.૧૨/૦૫ થી ૧૯/૦૫ દિવસ ૮ યોજાશેશિબિરમાં ૧૪ થી ૨૦ વર્ષની વય ધરાવતી આર્યવીરાંગનાને પ્રવેશ આપવામાં આવશે.શિબિરાર્થીએ તા.૧૨/૦૫ના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં સર્વોપરી શૈક્ષણિક સંકુલ, મોરબી ખાતે પહોંચવાનું રહેશે.તા.૧૯/૦૫ બપોરે ૧ કલાકે શિબિર સમાપન થશે.

- text

શિબિરાર્થીએ વસ્તુઓ સફેદ મોજે, સફેદ કેન્વાસ સુઝ, સફેદ કુર્તા-સલવાર, કેસરી દુપટા, દંતમંજન,લાઠી, સાદા કપડાં, ન્હાવાનો સામાન, ઋતુ પ્રમાણે ઓઢવાની શાલ/ચાદર, નોટબુક-પેન સાથે લાવવાના રહેશે.મોબઈલ ફોન અને કિંમતી ચીજવસ્તુઓ સાથે ન લાવવી.અનુશાસનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શિબિરના અંતે આર્યવીરાંગનાની મેદાની કાર્ય, લેખિત, મૌખિક પરીક્ષા યોજાશે.જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આર્યવીરાંગના અને તેમની સંબંધિત આર્યસમાજ/શાળાને પુરસ્કૃત કરવામાં આવશે.દરેક આર્યસમાજો/ શાળાઓ વધુમાં વધુ સંખ્યા શિસ્તબદ્ધ કિશોર,યુવાનોને મોકલવા.શિબિરાર્થીની સંખ્યાની જાણ વહેલી તકે શિબિર સંયોજકને અથવા આર્યવીર દળ ગુજરાતના સંચાલક દેવકુમાર પડસુંબિયા મો.૮૯૮૦૮૦૮૦૭૧,આર્યવીર દળ ગુજરાત આર્યબંધુજી અધિષ્ઠાતા મો. ૯૪૨૭૦૭૭૭૨૮,ગુ.આ.પ્ર.સભાના પ્રધાન સુરેશચંદ્ર આર્યમો.૯૮૨૪૦૭૨૫૦૯ અને બૃ.સૌ.આ.પ્ર સભાના પ્રધાન દીપભાઈ ઠક્કર મો. ૯૩૭૫૫૨૬૩૯૩નો સંપર્ક કરી જાણ કરવાની રહેશે.

- text