મોરબી રોટરી ક્લબના સભ્ય એવા યુવા કવિને ક્લબ સર્વિસનો એવોર્ડ અર્પણ

- text


રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે એવોર્ડ અપાયો

મોરબી : રોટરી ક્લબ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને આસિસ્ટન્ટ ગવર્નર રોટરી ક્લબની મુલાકાતે આવેલ હોય તે દરમ્યાન તેમના હસ્તે રોટરી ક્લબના કવિને ક્લબ સર્વિસનો એવોર્ડ આપવામાં આવેલ હતો.

રોટરી ક્લબ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર જીજ્ઞેશ અમૃતિયા ગત તા.10/3ના રોજ રોટરી ક્લબની મુલાકાતે આવેલ હતા.તે દરમિયાન 2020-21નો ક્લબ સર્વિસનો એવોર્ડ મોરબીના રોટે.પરમાર રૂપેશ (કવિ જલરૂપ)ને સંતોષ પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવેલ હતો.આ સમયે મોરબી રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસિડન્ટ બંસીબેન શેઠ,સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા તેમજ રોટરી ક્લબના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text