મોરબીમાં આજથી પાવડીયારી મેલડી માતાજીનો હરખનો નવરંગો માંડવો 

- text


મોરબી : મોરબીમાં આજથી પાવડીયારી મેલડી માતાજીનો હરખનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાવિકોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

મોરબીમાં આજથી તા.11 થી 13 સુધી પાવડીયારી મેલડી માતાજીનો હરખનો નવરંગો માંડવાનું પાવડીયારી મેલડી માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં આજ તા.11ના રોજ નાનું માડલુરાત્રે 8:30 કલાકે,તા.12ના રોજ સવારે માંડવો રોપણ મુહર્ત,સાંજે 6 થી 9:30 વાગ્યા સુધી મહાપ્રસાદ,રાત્રે 9:30 કલાકે ડાક ડમ્મર/મોટું માંડલું/જાગરણ અને તા.13ના રોજ સવારે 7 કલાકે માંડવો વધાવવાનું મુહૂર્ત છે.આયોજક મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યંતિલાલભાઈ જેરામભાઈ પટેલ(બરવાળા વાળા)એ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.

- text