મોરબીના ખોખરાધામમાં રામકથામાં આવતીકલે સીએમ ભુપેન્દ્રની પટેલની ઉપસ્થિતિ

- text


ગૌ મહિમાં ધર્મસભામાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાના સ્થાપક દંતશરણાનંદ અને 10 હજાર ગૌસેવકો હાજર રહેશે

મોરબી : મોરબીના ભરતનગર-બેલા નજીક આવેલા આસ્થાના કેન્દ્ર સમાન ખોખરા હનુમાનજી ધામ ખાતે હાલમાં રામકથા ચાલી રહી છે. આ રામકથાના આવતીકાલે ચોથા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આથી મોરબીમાં મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડેપગે થયું છે અને સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવામાં આવી છે.

- text

ખોખરા હનુમાનજી ધામ ખાતે હાલમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કથાકાર કનકેશ્વરી દેવીએ ભગવાન શ્રી રામના આદર્શ જીવનને લોકો સમક્ષ રજુ કરીને મર્યાદા પુરુષોત્તમ રામ જેવું જ જીવન જીવવાનું આહવાન કર્યું હતું. આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી કથા શ્રવણનો લાભ લીધો હતો. આવતીકાલે રામકથાના ચોથા દિવસે ગૌ મહિમા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજકીય મહાનુભાવો ઉપરાંત વિશ્વની સૌથી મોટી રાજસ્થાનની ગૌશાળાના સ્થાપક દંતશરણાનંદ અને 10 હજાર ગૌસેવકો તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહેશે. તેમજ મુખ્યમંત્રીએ ગૌમાતા રક્ષણ માટે 500 કરોડ જાહેર કરેલી યોજના બદલ તેમનું સન્માન કરવામાં આવશે.

- text