રામનવમી નિમિત્તે ખાખરેચી ગ્રામજનોએ પક્ષીઓ માટે 120 મણ ચણ એકત્ર કરી 

- text


માળીયા: તાલુકાના ખાખરેચી ગામે આજે રામ નવમીના પવિત્ર અવસરે ગ્રામજનો દ્વારા 120 મણ પક્ષીઓ માટે ચણ એકઠી કરવામાં આવી હતી. ખાખરેચી ગામના જાગૃત અને સેવાભાવી રમેશભાઈ કૈલા, દીપકભાઈ કૈલા, મણીભાઈ કૈલા, જે.જે બાપોદરિયા, મયુરભાઈ કાલરીયા અને નારાયણભાઈ અઘારા દ્વારા દર વર્ષે ગામમાં ટ્રેક્ટર ફેરવીને પક્ષીઓ માટે ચણ એકઠું કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના દિવસે ખાખરેચી ગામમાંથી આશરે 120 મણ ચણ એકત્ર કરી જડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પક્ષીઓને ચણવા માટે નાખવામાં આવશે.

- text