મોરબીના પંચાસર ગામે 900 મણ એરંડાને આગ લગાવી દેવાઈ

- text


ખેતીની જમીન વાવવા રાખનાર ખેડૂત ઉપર આભ તૂટી પડ્યું

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતીની જમીન વિઘોટી ચૂકવી ભાડે રાખી ખેતી કરતા શ્રમિક પરિવારના 60 વિઘા એરંડાના તૈયાર થયેલા પાકમાં આજ ગામના બે વ્યક્તિઓએ આગ લગાડી એરંડા સળગાવી નાખતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો છે અને અંદાજે રૂપિયા 12લાખ 60 હજારનું નુકશાન જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ માળીયા તાલુકાના કુંતાસી ગામે રહેતા અને મોરબીના પંચાસર ગામે ખેતીની જમીન ભાડે રાખી ખેતી કરતા હિરાભાઈ ભનાભાઈ પરમારે 60 વિઘા જમીનમાં એરંડા વાવતા 900 મણ જેટલા એરંડાનો પાક ઉપજયો હતો.

- text

દરમિયાન આ તૈયાર એરંડા હલરમાં કાઢવા ઢગલો કરીને રાખ્યો હોય પંચાસર ગામના ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરૂભા ઝાલાએ આગ લગાળી આશરે 900 મણ એરંડા કિંમત રૂપિયા 12 લાખ 60 હજારના સળગાવી નાખી નુકશાન કરી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે હિરાભાઈ ભનાભાઈ પરમારની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી ક્લમ ૪૩૫, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.

- text