ટંકારા તાલુકાના શિક્ષકોએ નવી પેન્શન યોજનાના વિરોધમાં કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવ્યો

- text


વિરોધ પ્રદર્શનમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ પણ જોડાયા હતા

ટંકારા : ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાના વિરોધમાં ટંકારા તાલુકાના શિક્ષકોએ આજરોજ કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવ્યો હતો.વિરોધ પ્રદર્શનમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ પણ જોડાયા હતા.સરકાર દ્વારા નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના અમલમાં મુકવામાં નહિ આવે તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ લડત માટેના અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી અપાઈ હતી.

ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે આજરોજ તા.1ના રોજ “કાળો દિવસ” તરીકે મનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલ સૂચના મુજબ તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી તાલુકાના શિક્ષકો તરફથી બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો.જે બદલ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા,મહામંત્રી વિરમભાઈ દેસાઈ,ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી તેમજ સંઘના આગેવાનોએ સારસ્વત મિત્રોનો આભાર માન્યો હતો.તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાની આ લડતમાં સફળતા મેળવવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ લડતના આગામી કાર્યક્રમોમાં સૌને આવો જ પ્રતિસાદ આપવા માટે અપીલ કરી હતી.

- text

જો સરકાર દ્વારા નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના અમલમાં મુકવામાં નહિ આવે તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ લડત માટેના અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે.તેવું ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું.આજ કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ પણ જોડાયા હતા.

- text