મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા સુત્રોચ્ચાર કરાયા

- text


2 મિનિટનું મૌન રાખી નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો

મોરબી : મોરબી જિલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા આજરોજ કાળી પટ્ટી ધારણ કરી 2 મિનિટનું મૌન રાખી જૂની પેન્શન યોજના શરૂ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.તેમજ અન્ય રાજ્યની રાજ્ય સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલમાં લાવે તેવી માંગણી કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના નવી પેન્શન યોજના હેઠળના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સવારે 10:15 કલાકે કચેરી ખાતે હાજર રહી કામગીરી શરુ કરતાં પહેલા કચેરીના પરિસરમાં સામુહિક રીતે એકત્ર થઈ 2 મિનીટ મૌન રાખવામાં આવ્યું હતું.ત્યારબાદ જૂની પેન્શન યોજના શરુ કરવા માટેના સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતા.આપણા દેશના અન્ય રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અમલી બનાવવામાં આવેલ હતી.તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ હતી.જ્યાં સુધી આ માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી તબક્કાવાર અન્ય કાર્યક્રમો દ્વારા રજૂઆત અને વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા,ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ તેમજ NOPRUF GUJARAT દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ક્રમશ: આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવેલ હતી.જેના ભાગ રૂપે આજ તા.1ના રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલ તમામ મંડળો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

- text

- text